અકસ્માત:પોરબંદરમાં આવેલી નિરમા ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં બકેટ તૂટતા બે કામદારના મોત, ત્રણ કામદારો ઘાયલ

પોરબંદર14 દિવસ પહેલા
  • ઘાયલ કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
  • ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

પોરબંદર ખાતે આવેલી નિરમા ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં આજે કામગીરી દરમિયાન બકેટ તૂટતા પાંચ કામદારો દટાયા હતા. જેમાં બે કામદારના મોત નિપજ્યા છે. તો ત્રણ કામદારો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

કંપનીના લાઈમ ક્લિન વિભાગમાં બનાવ બન્યો
પોરબંદર-સોમનાથ હાઈવે પર આવેલી નિરમા ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં આજે સવારે અગિયાર વાગ્યાના અરસામાં દરરોજની માફક કામગીરી ચાલી રહી હતી. આ સમયે લાઈમ ક્લિન વિભાગમાં કામગીરી દરમિયાન બકેટ તૂટતા પાંચ કામદારો દબાયા હતા. જેમાં હિરેન પ્રભુદાસ અગ્રાવત નામના એન્જિનિયર અને અન્ય એક કામદાર મળી બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ કામદારો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

કંપનીમાં દોઢ મહિનામાં ત્રીજી અકસ્માતની ઘટના
નિરમા ગ્રુપ સંચાલતિ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં છેલ્લા દોઢ મહિનામાં આ અકસ્માતની ત્રીજી ઘટના બની છે. દોઢ દરમિયાન દરમિયાન બનેલી અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનાઓમાં ચાર કામદારોના મોત નિપજી ચૂક્યા છે.

ઘટનાના પગલે મામલાતદાર-પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અકસ્માતના પગલે હાલ કંપનીમાં કામગીરી રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...