તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:800 લિટર બાયોડીઝલ સાથે એક શખ્સ ઝડપાયો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા દેવાંગી સર્વીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં 800 લીટર જ્વલનશીલ બાયો ડીઝલ મળી આવતા પોલીસે કુલ કિ.રૂ. 48,400ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો છે.

પોરબંદર જીલ્લામાંથી જ્વલનશીલ પદાર્થો પકડી પાડવા માટે આપેલ સુચના અન્વયે કુતિયાણા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે કુતિયાણા દેવાંગી સર્વીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં એક શખ્સ જ્વલનશીલ બાયો ડીઝલનુ પોતાના અંગત ફાયદા માટે વેચાણ કરે છે જેથી દરોડો પાડી, આ સ્થળેથી ગેરકાયદેસર પાસ પરવાના વગર ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર જ્વલનશીલ પદાર્થ (એલ.ડી.ઓ) લીટર 800 બેરલ નંગ-4 જેની બેરલો સહીતની કુલ કિ.રૂા.48,400 ના મુદામાલ સાથે કુતિયાણાના ખારીજાર ચોક પાસે રહેતો કેશુ મુળુ ખૂંટીને ઝડપી પાડી તેની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...