તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

પોરબંદર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના દર્દીને જરૂરી સારવાર મળી રહે તે માટે 20 બેડ કાર્યરત કર્યા
 • પોરબંદર કોંગ્રેસ દ્વારા કોરોના દર્દી સેવા રથ શરૂ કરાયો

પોરબંદર જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલ ખાતે બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ર્પોરબંદર જિલ્લામા પણ જુદા જુદા સ્થળોએ આવા સેન્ટર શરૂ કરાયા છે. જિલ્લામા અત્યાર સુધી છ સેન્ટર કાર્યરત હતા. સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમા કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરીયાત મુજબની તમામ સારવાર આપવામાં આવે છે.

પોરબંદર સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં 20 બેડ કાર્યરત છે. જેમા હાલ 10 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ માટે મેડીકલ ઓફીસર, સહિતનો સ્ટાફ 24 કલાક ફરજ બજાવી રહ્યો છે. જિલ્લા કલેકટર ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીના સંકલન હેઠળ સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમ કામ કરી રહી છે.

24 કલાક કાર્યરત, રથમાં ઓક્સિજન સાથે ઇમરજન્સી સારવારની વ્યવસ્થા પણ કરાઈ

પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓને મદદરૂપ થવા 'કોરોના દર્દી સેવા રથ' વાન કોંગ્રેસ દ્વારા પોરબંદર ની જનતાની સેવામાં મુકી છે. કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ રથમાં દર્દીઓ માટે ઓક્સિજનની સાથે ઈમર્જન્સી સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કોઈપણ કોરોના દર્દી મોબાઈલ નંબર 7861820806 પર સંપર્ક કરી કોરોના દર્દી સેવા રથનો લાભ મેળવી શકશે. સાથે જ પોરબંદરની કોવિડ હોસ્પિટલ માટે 15 નવા ઓક્સિજન ફ્લો મિટરની વ્યવસ્થા કરી આપી છે. જેથી હોસ્પિટલમાં વધારાના 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી શકાશે.

આ પહેલા પણ 40 જેટલા ઓક્સિજન ફ્લો મિટર મંગાવીને હોસ્પિટલને આપતા વધારાના 40 નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી હતી. તેમજ દર્દીઓ માટે 20 નવા ઓક્સિજન સિલેન્ડરની પણ વ્યવસ્થા કરી આપી હોવાનું જણાવ્યું હતું. આ રથ દર્દીઓના ઘરે જશે અને ત્યાંથી સિવિલ કોવિડ હોસ્પિટલ સુધી દર્દીને પહોંચાડશે. જેથી દર્દીઓને આ રથનો લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો