ક્રાઇમ:ગંડિયાવાળા નેસનો વધુ એક આરોપી પાસા હેઠળ ધકેલાયો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં 5 શખ્સો પાસા હેઠળ ધકેલાયા

પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવાના હેતુંથી વધુ એક આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 5 શખ્સને પાસા હેઠળ અટકાયત કરી છે.પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ વટહુકમ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો રાણાવાવના ગંડીયાવાળાનેશનો આરોપી કરશન કાના ઉર્ફે કારડી કોડીયાતર વિરૂધ્ધ રાણાવાવ પીએસઆઇએ પાસા દરખાસ્ત તૈયાર કરી,

પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્રારા આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા પીએસઆઇ એન.એમ.ગઢવીએ આ શખ્સની પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે. છેલ્લા ત્રણ દિવસમાં 5 શખ્સની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...