ચણાની ખરીદી:પોરબંદરમાં વધુ રૂપિયા એક કરોડના ચણાની ખરીદી કરાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં સારા વરસાદને લીધે રવિ પાકનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ગઇકાલે રૂ. 1 કરોડની કિંમતની વધુ 3898 ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 84 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અંદાજે 53 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ ચણા પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉત્પાદન થાય છે. સરકાર દ્વારા 1લી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી. જેમાં 16 એપ્રિલ સુધીમાં પોરબંદર જિલ્લામાં 27,77,13,860 રૂપિયાના ચણાની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ગઇકાલે વધુ રૂ. 1,01,93,270 ની કિંમતની 3898 ચણાની ગુણી ખરીદી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...