ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલરૂ. 2125 - પ્રતિ મણ રૂ. 425ના ભાવથી ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લી. દ્રારા કરાશે. જેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડુતો ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા. 31 માર્ચ સુધી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ,અદ્યતન ગામ નમૂનો 7,12,8-અની નકલ,ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંઘણી કરાવવા ખાસ અનુરોધ છે.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 પર સંપર્ક કરવાનો રહેશે. તથા ખેડૂતોએ નોંધણી માટે VCE કે ગોડાઉન કક્ષાએ કોઇ પણ રકમ ચૂકવવાની રહેતી નથી તેમ નાયબ જિલ્લા મેનેજર રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.