સફાઇ કામ કરવા લોકમાંગ:પોરબંદરમાં કસ્તુરબા ગાંધીના મકાન તરફના માર્ગ પર ગંદકીના ગંજ ખડકાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓને માર્ગ જતા મુશ્કેલી, સફાઇ કામ કરવામાં આવે તેવી

પોરબંદરના કસ્તુરબા ગાંધીના મકાન તરફ જતા માર્ગ પર ગંદકીના ગંજ ખડકાયા છે. પ્રવાસીઓને માર્ગ જતા મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીમાં જન્મ સ્થળે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. કીર્તિમંદિરની પાસે ગલી માંથી એક રસ્તો કસ્તુરબા ગાંધીના મકાન તરફ જાય છે. અનેક પ્રવાસીઓ આ માર્ગે કસ્તુરબા ગાંધીના મકાનની મુલાકાત લેવા જતા હોય છે. આ માર્ગ પર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. માર્ગ પર કચરો ફેલાયો છે તેમજ રઝળતા ઢોરનો ત્રાસ જોવા મળે છે.

આ માર્ગ પર ગંદકીના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. ત્યારે સ્થાનિકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને પ્રવાસીઓ ગંદકીને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે મહાત્મા ગાંધીજીએ સ્વરછતાનો સંદેશો પાઠવ્યો હતો તેના ઘર નજીક જ ગંદકી ફેલાયેલી છે ત્યારે અહીં નિયમિત સફાઈ થતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કસ્તુરબા ગાંધીજીના મંદિરે પ્રવાસીઓને જવામાં ભારે હાલાકી પડે છે ત્યારે આ માર્ગ પર નિયમિત સફાઈ થાય અને પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...