પ્રેરણારૂપ દાખલો:તુલસી વિવાહ પ્રસંગે ત્રણ સંસ્થા દ્વારા મધ્યમવર્ગની દિકરીના લગ્ન કરાવ્યા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા દોઢ લાખ સહિતનો કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો

પોરબંદરમાં તુલસી વિવાહ પ્રસંગે ત્રણ સંસ્થા દ્વારા મધ્યમવર્ગની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવી રૂ. દોઢ લાખ સહિતનો કરિયાવર ભેટ સ્વરૂપે આપ્યો છે.પોરબંદરમાં ભાવેશ્વર ગરબી મંડળ, ઓમ ગ્રુપ અને મેરી સહેલી ગ્રુપ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે એક મધ્યમ વર્ગના પરિવારની દીકરીના લગ્ન ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિકરીને દોઢ લાખ રૂપિયાનો કરિયાવર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

આ લગ્ન વિધિમાં રાજલબેન વિશાલભાઈ ચુડાસમાએ કન્યાદાન કર્યું હતું. લગ્નમાં ભાવેશ્વર ગરબી મંડળના પ્રમુખ ઉપેન્દ્રભાઈ શુક્લને ત્યાંથી વાજતે ગાજતે જાન આગમન થયું હતું. તુલસી વિવાહમાં લગ્ન ગીતોની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. લગ્ન પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, કિરીટભાઈ મોઢવાડીયા, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા સંજયભાઈ માળી, અજયભાઈ દવે, નરશીભાઈ વાધેલા, સહિતના ત્રણેય સંસ્થાના આગેવાનોએ જહેમત ઉઠાવી તુલસી વિવાહ પ્રસંગે દીકરીના લગ્ન કરાવી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...