તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરી દીકરો એક સમાન:નટવર ગામે દીકરાનાં જન્મ પ્રસંગે પરિવારે ટ્રેકટર ભરી ખજુરની ગ્રામજનોને લ્હાણી કરી

બગવદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હુતાસણી નિમિતે પરંપરાગત પોશાક પહેરી તહેવાર ઉજવી ખજૂર ની લહાણી કરી હતી

દીકરો દીકરી એક સમાન અને દીકરી વ્હાલનો દરિયો એ વાક્યને નટવર ગામના એક પરિવારે સાર્થક કરી દીકરી જન્મની ખુશીમા તહેવાર નિમિતે લહાણી કરી ઉજવ્યો હતો.પોરબંદર તાલુકાના નાનકડા એવા નટવર ગામમાં હુતાસણીના પર્વે ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે દીકરાના જન્મને વાળના પ્રસંગે લહાણી કરવામાં આવે છે પરંતુ અહીં દીકરો દીકરી એક સમાન સમજી અને દીકરી વ્હાલનો દરિયો માની મૂળ નટવરનગર ગામના યુવાન પોપટભાઈ ખીમાભાઇ ગોઢાણિયા જે હાલ યુકે રહે છે.

પોપટભાઈ તેમજ તેમના પત્ની ભારતીબેનને સંતાનમાં દીકરી છે જે 1 વર્ષ 3 મહિનાની થઈ છે તેઓ હાલ તેમના વતનના ગામ નટવર નગરમાં આવેલ અને આજે હુતાસણી નો પવિત્ર તહેવાર હોવાથી તેઓએ તેમની પુત્રી આરુષિને હુતાસણી ના દર્શન કરાવેલ અને આ પરિવારે ગામના ચોકમાં ખજૂર નું ટ્રેક્ટર ભરી આરુષિના જન્મની ખુશીમાં તેઓએ સમગ્ર ગામમાં ખજૂર ની લહાણી કરી હતી. પોપટભાઈ અને ભારતીબેન ના જણાવ્યા મુજબ આરુષિ નો જન્મ થયો ત્યારે તેમણે પેંડા વહેંચ્યા હતા અને હુતાસણી નિમિતે પરંપરાગત પોશાક પહેરી તહેવાર ઉજવી ખજૂર ની લહાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો