કામગીરી:દિવાળી તહેવાર નિમિતે ફાયર બ્રિગેડની 5 ટીમ ખડેપગે તૈનાત રહેશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયરલેસ ટેલિકોમ કંટ્રોલ રૂમ ખાતે 3 કર્મી ફરજ બજાવશે, 6 ફાયર વાહનો અને વોટર શાખાના 3 પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રખાયા

દિવાળી તહેવાર નિમિતે ફાયર બ્રિગેડની 5 ટીમ ખડેપગે તૈનાત રહેશે.વાયરલેસ ટેલિકોમ કંટ્રોલ રૂમ ખાતે 3 કર્મી ફરજ બજાવશે. 6 ફાયર વાહનો અને વોટર શાખાના 3 પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રખાયા છે. દિવાળી તહેવાર નિમિતે લોકો ફટાકડા ફોડે છે અને આ દરમ્યાન આગની ઘટના પણ બનતી હોય છે. ત્યારે પોરબંદર ફાયર વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે.

આગ અકસ્માતના બનાવ વખતે લોકોની સલામતી અને સુરક્ષા માટે આ વિભાગ દ્વારા 5 ટીમ એટલેકે, 25 નો સ્ટાફ તૈનાત રહેશે. ખાસ કરીને જ્યારે દિવાળીનો તહેવાર લોકો પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે ત્યારે લોકોની સલામતી માટે ફાયર બ્રિગેડના સ્ટાફની રજા કેન્સલ કરી છે અને આ સ્ટાફ લોકોની સલામતી માટે ખડેપગે તૈયાર રહેશે.

આગ ની ઘટનામાં અને રેસ્કયુ માટે 6 ફાયર વાહનો છે તેમજ વોટર શાખાના 3 પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રહેશે. વાયરલેસ ટેલિકોમ કંટ્રોલ રૂમ ખાતે 3 કર્મી ફરજ બજાવશે. આગની ઘટના વખતે લોકોએ 101, 108 અથવા 0286-2249850 પર સંપર્ક કરવા સ્ટેશન ફાયર ઓફિસર રાજીવ ગોહેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...