પોરબંદરમાં રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનો પ્રારંભ:પ્રથમ દિવસે 193 તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી, ભારતભરમાંથી તરવૈયાઓ પહોંચ્યા, રેસ્કયુ ટીમ તૈનાત રહી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 193 તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. પોરબંદરમાં રમણીય દરિયા કિનારો આવેલ છે. અને આ દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા છેલ્લા 22 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ તા. 7 અને 8 જાન્યુઆરીને શનિવાર-રવિવારે રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં આજે શનિવારે આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભારતભરમાંથી તરવૈયાઓ સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાયા છે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધામાં આજે શનિવારે 2, 5 અને 10 કિમીની વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ સ્પર્ધા યોજાઇ હતી, પ્રથમ દિવસે કુલ 193 જેટલા તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. ખાસ દિવ્યાંગો માટેની પણ સ્વિમિંગ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધા દરમ્યાન રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પાલીકા, એસ.એસ.બી., તેમજ પોરબંદર માચ્છીમારી સમાજનાં પીલાણા તથા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોયા ,લાઇફ જાકીટ પુરા પાડ્યા હતા.

તેમજ 10 જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. ઉત્સાહભેર તરવૈયાઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. આ પ્રસંગે નેવી, કોસ્ટ ગાર્ડ અધિકારી, ચીફ ઓફિસર તેમજ ક્લબના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ઇવેન્ટમાં ફ્લેગ ઓફ કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. રવિવારે સવારથી આ સ્પર્ધા શરૂ થશે જેમાં 500થી વધુ તરવૈયાઓ જોડાશે.

2 કિલો મીટરની સ્પર્ધાના 14 થી 45 વર્ષના વિજેતાઓ
રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 2 કિમી સ્પર્ધામાં 14 થી 45 વર્ષની કેટેગરીમાં કુલ 101 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી વડોદરાના પ્રતીક નાગર પ્રથમ સ્થાને, સુરત નો હર્ષલ સારંગ બીજા સ્થાને અને અમદાવાદ ના ભવ્ય બોઘાએ ત્રીજો નંબર મેળવ્યો હતો જ્યારે બહેનોમાં વડોદરાની અવની સિંધ પ્રથમ, રાજકોટની જીનલ પિત્રોડા દ્વિતીય અને સુરતની હેની ઝાલાવાડીયાએ તૃતીય નંબર મેળવ્યો હતો.

2 કિમી સ્પર્ધાના 45 વર્ષથી વધુની કેટેગરીના વિજેતાઓ
રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 2 કિમી સ્પર્ધામાં 45 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી મહારાષ્ટ્રના કરાડ ગામના કિરણ પાવેકર પ્રથમ, અમદાવાદના રજનીકાંત હાલાણી દ્વિતીય અને સુરતનો વિનોદ સારંગ તૃતીય તેમજ બહેનોમાં મુંબઈની સુખજીત કૌર પ્રથમ, રાજકોટની ડો. જીજ્ઞાશા મહેતા દ્વિતીય અને આણંદ ની જસવંતી સુવાગીયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

10 કિમી સ્પર્ધાના 14 થી 45 વર્ષની કેટેગરીના વિજેતાઓ
રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 10 કિમી સ્પર્ધામાં 14 થી 45 વર્ષની કેટેગરીમાં કુલ 41 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી મહારાષ્ટ્ર પુને ના સંપન્ના શેલાર પ્રથમ, મહારાષ્ટ્રના વિરાર નો યશ જાધવ દ્વિતીય અને સુરતનો નિલય કાનીરકર તૃતીય સ્થાને ઉપરાંત સુરતની સિલ્કી નાગપુરે પ્રથમ, મોનિકા નાગપુરે દ્વિતીય અને મુંબઈની મિહિકા કોલાંબેકર તૃતીય સ્થાને વિજેતા બની હતી.

10 કિમીની સ્પર્ધાના 45 વર્ષથી વધુની કેટેગરીના વિજેતાઓ
રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 10 કિમી સ્પર્ધામાં 45 વર્ષથી કેટેગરીમાં કુલ 7 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી મુંબઈના અજિત પવાર પ્રથમ, મહારાષ્ટ્ર સતારાના શ્રીમંત ગાયકવાડ દ્વિતીય અને વડોદરાના રાઘવેન્દ્ર સિંહ ઝાલા તૃતીય સ્થાન પર રહ્યા હતા જ્યારે બહોનોમાં માત્ર એક જ સ્પર્ધક હતા જે હૈદ્રાબાદ તેલંગાના શ્યામલા ગોલી ને પ્રથમ નંબર જાહેર કર્યો હતો.

5 કિલો મીટરના દિવ્યાંગ સ્પર્ધકોમાંથી વિજેતાઓ
રાષ્ટ્રીય ત્રણ સ્પર્ધામાં દિવ્યાંગ સ્પર્ધકોએ પણ સમુદ્ર સાથે બાથ ભીડી હતી જેમાં કુલ 7 સપર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી મહારાષ્ટ્રના અહમદનગર ના ચૈતન્ય કુલકર્ણી પ્રથમ, મહારાષ્ટ્ર અમરાવતી ના રોનક ગુપ્તા દ્વિતીય અને પોરબંદર પંથક ના મુરૂભાઈ છેલાર તૃતીય સ્થાને રહ્યા હતા જ્યારે મુંબઈની જિયા રાય પ્રથમ, ગીતાંજલિ દ્વિતીય અને રાજકોટની ઈન્દ્રેશ પલાણ તૃતીય રહી હતી.

અન્ય સમાચારો પણ છે...