શાસ્ત્રનું પૂજન:વિજ્યાદશમીના દિવસે વિવિધ સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપૂત સમાજ દ્વારા પારંપરિક રીતે પૂજન કરાયું, બ્રહ્મ સમાજ દ્વારા બાળા, શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરાયું

વિજયાદશમીન દિવસે શસ્ત્રપૂજાનું અનેરૂં મહત્વ રહેલું છે. પોરબંદર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલ ખીજડાવાળા મામાદેવના મંદિર ખાતે આ શસ્ત્રપૂજન કરવામાં આવે છે. પોરબંદરના મહારાણા નટવરસિંહજી મહારાજના સમયથી આ પરંપરા ચાલી આવે છે. વિજયાદશમીના પાવન અવસરે પોરબંદર રાજપૂત સમાજ ખાતેથી રાજપૂત યુવાનો અને આગેવાનો દ્વારા વિરત્વના દર્શન કરાવતું સરઘસ કાઢીને એમ.જી. રોડ પરથી મામાદેવના મંદિર ખાતે પહોંચી વાજતે ગાજતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

માં ભગવતીને યાદ કરી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી રાજદિપસિંહ જેઠવા તેમજ જે.કે. રાણા, પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ સાહેબ, યુવા પ્રમુખ સુર્યદિપસિંહ જાડેજા અને રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ રાજભા જેઠવા સહિતના અગ્રણીઓએ રાજપૂત સમાજના પહેરવેશ અને ઓળખ સમી રાજાશાહી પાઘડી પહેરીને વિધીવત રીતે શસ્ત્રપૂજન કર્યું હતું.

સુદામા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી ભાનુપ્રકાશજી, રંજનદાસ મહારાજ, પરિષદના જિલ્લા અધ્યક્ષ ભીમભાઈ ભૂતિયા, નિલેશ ચાંદેગ્રા, નિલેશ કિશોર, બજરંગ દળના કાર્યકરોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે નવદુર્ગા પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાળાઓએ માં દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી બિરાજમાન થઈ હતી.

બ્રહ્મસમાજના અગ્રગણ્ય દંપતિઓ દ્વારા આ બાળાઓનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, બાદ હિન્દુ દેવી-દેવતાઓએ હાથમાં ધારણ કરેલા હોય તે પ્રકારના શસ્ત્રોની બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ આ શસ્ત્રો કોઈની રક્ષાા માટે ઉપયોગમાં આવે તે પ્રકારની પ્રાર્થના કરવામાં આવી હતી.

બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા શાસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી તેમજ અશ્વિનભાઈ દવે, ભાર્ગવભાઈ થાનકી, દેવેન્દ્રભાઈ પંડયા, મહેન્દ્રભાઈ થાનકી, સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી, શાસ્ત્રો અને શસ્ત્ર પૂજામાં માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન આચાર્ય ગુરૂ અને તેમના શિષ્યો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...