તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:28 દિવસે ફરી 3 વિસ્તારમાં કન્ટેઇન્મેન્ટ ઝોન

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરની સમાપ્તી બાદ 19 દિવસ સુધી 0 કેસ આવ્યા બાદ છેલ્લા 14 દિવસમાં 3 કેસ આવી જતા સાવચેતીનું પગલું ભરાયું

પોરબંદરમાં કોરોનાની બીજી લહેરની સમાપ્તી થયા બાદ કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા અને એક તબક્કે લગલગાટ 19 દિવસ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જેને લીધે પોરબંદરે હાશકારો અનુભવ્યો હતો. પરંતુ છેલ્લા 14 દિવસમાં એકલ દોકલ મળી કોરોનાના કુલ 3 કેસ નોંધાઇ જતા જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ સાવચેતીના પગલા લઇ પોરબંદરના 3 વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી દીધા છે. જેને પગલે 28 દિવસ બાદ પોરબંદરમાં ફરી કન્ટેઇન્મેન્ટ ઝોન આવી ગયું છે.

રબંદર જીલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. ખાસ કરીને એપ્રિલ થી જૂન દરમિયાન કોરોનાના કેસનો રાફડો ફાટયો હતો. તેમજ સીટી સ્કેનમાં લંગ ઇન્વોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓમાં વધારો થયો હતો. આ સમય દરમિયાન સીવીલ કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં વધારો થતા દર્દીઓથી હોસ્પિટલના બેડ ભરાઇ ગયા હતા અને નર્સિંગ સ્કૂલ ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરી દર્દીઓને દાખલ કરવા પડયા હતા.

પરંતુ પણ ત્યાં પણ દર્દીઓ ઉભરાઇ જતા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઉમટી પડયા હતા તે વખતે ઓક્સિજન તથા ઓક્સિજન સીલીન્ડરના ફ્લો મીટરની ઘટ સર્જાઇ હતી અને ભયંકર અરાજકતા સર્જાઇ હતી. આવી પરિસ્થિતિ જૂન મહિનાની શરૂઆત સુધી રહી હતી અને જૂન માસના આખરમાં તેમજ જુલાઇ મહિના દરમિયાન ધીરે ધીરે કોરોના કાબુમાં આવવા લાગતા પરિસ્થિતિ થાળે પડવા લાગી હતી. જુલાઇ માસમાં સદનસીબે દસ જ દર્દીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા અને લગભગ 24 જુલાઇથી 12 ઓગષ્ટ સુધીના સમયગાળા દરમિયાન કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.

જેને પગલે જીલ્લામાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઇ હતી પરંતુ 12 ઓગષ્ટથી 21 ઓગષ્ટની વચ્ચે જીલ્લામાં ફરી 3 કેસ કોરોના પોઝીટીવના આવી જતા તંત્ર દ્વારા ફરી પરિસ્થિતિ વિકટના બને તે માટે શહેરના ત્રણ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે.

જેને પગલે પોરબંદરમાં 26 જુલાઇ બાદ પ્રથમ વખત ફરી કન્ટેઇન્મેન્ટ આવી જતા જિલ્લો 28 દિવસે ફરી કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ચક્કરમાં ફસાયો છે. આ વિસ્તારમાં આગામી 6 સપ્ટેમ્બર 2021 સુધી કન્ટેઇન્મેન્ટ વિસ્તાર હોય લોકોએ કન્ટેઇન્મેટ વિસ્તારના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ નિયત સમયગાળામાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફકત આવશ્યક સેવાઓ સવારે 7.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

જાહેર કરાયેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તાર
1 પોરબંદર શહેરના રાજીવ નગર વિસ્તારના દરિયાલાલ પ્રોવિઝન સ્ટોર સામે અને સંતોક સદનની બાજુમાં તૃપ્તિ જેઠવાના ઘર સુધી
2 પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં જનકપુરીમાં મહેશ વિરમભાઇ બોખીરીયા અને લતાબેન જગદીશભાઇ બામરોટીયાના ઘરથી સરમણ બામરોટીયાના ઘર સુધી તથા સામે કાંતિ હરજી લોઢારીના ઘરથી અનિલ નારણ બામરોટીયાના ઘર સુધીનો વિસ્તાર
3 પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં જનકપુરીમાં કેશવાલા પ્રિયા વેજાનું ઘર

કોને મુક્તિ મળશે ?
(1) માલ અને સેવાઓની આપૂર્તિ કરનારાઓને પરવાનગી સાથે તથા મેડીકલ ઇમરજન્સી માટે અવર જવર કરનારાઓને
(2) સરકારી ફરજ ઉપર કામ કરતા અધિકારી અને કર્મચારીઓને

નીતિ નિયમો

  • કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પ્રવેશ અને નિકાસ માટેના પોઇન્ટ નક્કી કરાશે.
  • નાગરીકો વાહનોની ચકાસણી કર્યા વિના અવરજવર કરી શકશે નહી.
  • આ વિસ્તારમાં અવર જવર કરતા લોકોની નોંધ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...