અંતિમ પગલું:વડાળા ગામે ઝેરી ટીકડા ખાઇ લેતા વૃદ્ધનું મોત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબીટીસની બિમારી લીધે અંતિમ પગલું ભર્યું

પોરબંદર જિલ્લાના વડાળા ગામે એક વૃદ્ધે ગઇકાલે સવારના સમયે જેગટ વાડી વિસ્તારમાં ડાયાબીટીસની બિમારી તથા માનસિક અસંતુલનના કારણે પોતે પોતાની મેળે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.વડાળા ગામના જેગટ વાડી વિસ્તારમાં રહેતા રામા નાગાભાઇ ઓડેદરા નામના 74 વર્ષીય વૃદ્ધને છેલ્લા 7-8 વર્ષથી ડાયાબીટીસીની બિમારી હોય અને તેમને અગાઉ બે હુમલા પણ આવી ગયેલ હોય તેઓઆ બિમારીથી પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠા હતા.

આ માનસિક અસંતુલનની હાલતમાં તેઓએ ગઇકાલે સવારના સમયે પોતાની વાડીમાં જ તેમને પોતે પોતાની મેળે ઝેરી દવાના ટીકડા ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI એ. એ. આરબે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...