મુલાકાત:અધિકારીઓએ રાત્રીના સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદની આગાહી અને ઉપરવાસના ડેમો ઓવરફલો થવાની સંભાવનાને ધ્યાને લઇને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હંગામી સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર અશોક શર્માની સૂચના અનુસાર પંચાયત અને રેવન્યુ વિભાગના કર્મચારીઓએ ગઇકાલે રાત્રીના સમયે સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ખાસ કરીને ભાદર કાંઠાના ગામોમાં અને વાડી વિસ્તારોમાં કે જયાં ભાદરના પાણી ફરી વડે તેવી સંભાવના છે તેવા વિસ્તારોમાં રાત્રીના સરપંચો સાથે મીટીંગો કરી લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

155 લોકોનું સ્થળાંતર
ઉપરવાસમાંથી આવી રહેલા પાણીની આવકને જોતા પોરબંદર જિલ્લાના સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હંગામી સ્થળાંતરીક કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઇકાલે રાત્રીના 12 વાગ્યા સુધીમાં 155 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરીક કરાયેલા આ લોકોમાં પોરબંદર શહેરના ચોપાટી વિસ્તારની ઝુંપડ પટ્ટીમાં રહેતા 38 લોકોનું પણ સ્થળાંતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...