રજૂઆત:સરકારી કચેરીઓમાં ક્લાસ 1 સિવાયના અધિકારીઓ ઓફિસમાં વાપરે છે "AC'

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વાહનનો ફેમિલી દ્વારા ઉપયોગ થાય છે, એડવોકેટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદરની અનેક સરકારી કચેરીઓમાં ક્લાસ 1 અધિકારી સિવાયના કર્મચારીઓ એસી વપરાશ કરી શકે નહિ છતાં એસી વાપરે છે. જેથી આ અંગે એડવોકેટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.પોરબંદરની મોટાભાગની સરકારી કચેરીઓમાં ક્લાસ 1 સિવાયના અધિકારીઓ પોતાની ઓફિસમાં એસી વાપરે છે. અને વીજબિલ પ્રજાના ટેકસ માંથી ભરવામાં આવે છે. હાલ ઉનાળો શરૂ થયો છે. આવા એસી વાપરવાની મનાઈ હોવા છતાં કચેરીઓમાં એસી નો ઉપયોગ થાય છે.

​​​​​​​જેમાં જિલ્લા સેવા સદન 1, અને 2, જિલ્લા પંચાયત કચેરી, જૂની જિલ્લા કલેકટર કચેરી, પાલિકા, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એ. આરટીઓ, રાણાવાવ કુતિયાણા તેમજ પોલીસ સ્ટેશન ખાતે પણ એસી નો ઉપયોગ થાય છે. ખેડૂતોને વીજ બચાવવા માત્ર 5 થી 7 કલાક વીજળી આપવામાં આવે છે. મોટાભાગની કચેરી ખાતે લાઈટો ચાલુ હોય છે અને વીજળીનો દુરુપયોગ થાય છે. આ ઉપરાંત કેટલાક સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો પણ ફેમિલી ઉપયોગ માટે વાપરે છે. તેમના બાળકોને સ્કૂલે મુકવા લેવા, શાકભાજી લેવા, લગ્ન પ્રસંગમાં પણ સરકારી વાહન લઈ જવામાં આવે છે. જેથી સરકારી વાહનમાં જીપીએસ લગાવવા જોઈએ તેમજ એસી બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પોરબંદરના એડવોકેટ ભનુભાઇ ઓડેદરા દ્વારા મુખ્યંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...