તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:ખાપટમાં મહિલા ખેડૂતોને પોષણની તાલીમ અને બિયારણનું વિતરણ

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદરમાં ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું જાહેર કરાયું છે. જે અંતર્ગત ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંગણવાડીની બહેનો અને ખેડૂત મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કીચન ગાર્ડન સહિત વિષય પર મહિલાઓને માર્ગદર્શન અપાયું
આંગણવાડીની બહેનો અને ખેડૂત મહિલાઓ માટે પોષણ સબંધીત વિષયો પર તાલીમ, માર્ગદર્શન તથા બિયારણ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત ડી. એસ. ઠાકર દ્વારા પોષણનું મહત્વ, સર્વોત્તમ પોષણ કઈ રીતે મેળવી શકાય, કીચન ગાર્ડન વગેરે પોષણ સબંધીત વિષયો પર આંગણવાડીની બહેનો અને ખેડૂતો મહિલાઓને તાલીમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. આર.કે. ઓડેદરા, પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષી, મહિલા અને બાલ વિકાસ અધિકારી કાશ્મીરાબેન તથા સીડીપીઓ, આઈસીડીએસ સહિતના વિભાગોના અધિકારીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...