મહેનતાણું ચૂકવવા માંગ:નર્સિંગ હોસ્ટેલની છાત્રાઓ 4 માસથી વેક્સિનેશનના મહેનતાણાથી વંચિત

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાકીદે મહેનતાણું ચૂકવવા માંગ
  • વિદ્યાર્થીનીઓને સાથે રાખી NSUI દ્વારા રામધૂન બોલાવી

પોરબંદરની નર્સિંગ કોલેજની અભ્યાસ કરતી 57 જેટલી વિધાર્થીનીઓને વેક્સિનેશનના કામે શહેરી વિસ્તારના જુદા જુદા PHC સેન્ટરો પર ફરજ માટે મોકલાવવા આવતા હતા. આ વિધાર્થીનીઓ જુદા જુદા વિસ્તારોમાં ઘરે ઘરે જઇને લોકોને વેક્સિન આપી હતી, આવુ આ વિદ્યાર્થીનીઓને છેલ્લા 45 દિવસ કરતા વધુ સમયથી ફરજ પર બોલાવવામા આવે છે પણ હજુ સુધી તેમણે કોઇ પણ જાતનું મહેતાણુ તેમને ચુકવવામા આવ્યું નથી.

આ વિદ્યાર્થીનીઓ પણ કોરોના વોરિયર્સ છે, તેમને મહેનતાણું ન મળતા આવી વિદ્યાર્થીનીઓએ પોરબંદર જિલ્લા NSUI ટીમને સાથે રાખી જિલ્લા પંચાયત કચેરીમાં CDMO ને રજૂઆત કરવા પહોંચી હતી પરંતુ CDMO ઓફિસમા ચાલ્યા ગયા હતા. જેથી NSUIએ વિધાર્થીનીઓ ને સાથે રાખી તેમની ઓફિસ સામે રામધૂન બોલાવી હતી, સુત્રોચ્ચાર કર્યા હતા, આખરે 2 કલાક પછી રજૂઆત સાંભળ્યા બાદ ઇન્ચાર્જ ડીડીઓ ધાનાણીને પણ રજુઆત કરી હતી અને મહેનતાણા અંગે માંગ કરી હતી.

શું કહ્યું ઇન્ચાર્જ ડીડીઓએ?
NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ ડીડીઓએ રજુઆત બાદ જણાવ્યું હતું કે, બહેનો અત્યાર સુધી જેટલા પણ દિવસ જે પણ વિસ્તાર એરિયામા કામ કર્યું છે તેમની માહિતી તેમને ડેટા સહિત આપવામા આવે તે સરકાર સુધી પહોંચાડશે.

વેતન નહીં મળે તો આંદોલન થશે
NSUI ટીમે જણાવ્યું હતું કે, કાલ સુધીમાં તમામ ડેટા ડીડીઓને સોંપવામા આવશે. 12 દિવસે આ બાબતે ફરી NSUI વિધાર્થીનીઓને સાથે રાખી ડીડીઓ પાસે આવશે. જો આ બાબતે કોઇ નિર્ણય નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...