હોળીનો તહેવાર બધા માટે હોય છે, પરંતુ જેમના જીવનમાં રંગ શું છે એજ ખબર નથી તેવા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પુરવા પોરબંદર જિલ્લા NSUI છેલ્લા કેટલા વર્ષોથી પ્રયાસ કરતું આવ્યું છે. દર વર્ષે આ પ્રજ્ઞાચક્ષુ અંધજન ગુરૂકૂલના વિધાર્થીઓ માટે DJના તાલે ગુલાલ ઉડાડીને હોળી રમવાનું આયોજન NSUI કરતું હોય છે. તેમની સાથે બાળક બનીને ખભાથી ખભો મિલાવી તેમને અંધાપાનો અહેસાસ નહિ થવા દેતા બધા એક છે તેવી રીતે હોળી મનાવતા હોય છે.
લોકો હંમેશા કહેતા હોય છેકે રંગોનો ઉત્સવ એટલે હોળી, પરંતુ જે બહારની રંગબેરંગી દુનિયા જ નથી જોઇ શકતા તેમને રંગ શું હોય છે તે જ ખબર નથી હોતી. ત્યારે તેઓના જીવનમાં રંગ પૂરવાનું કાર્ય આજે પોરબંદર NSUI દ્વારા કરાયું હતું. સૌ મિત્ર કે પરિવાર સાથે હોળી ઉજવતા હોય છે, પરંતુ આ દિવ્યાંગ લોકો સાથે કોઇ રમતું નથી. જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેને રંગ શું છે તે ખબર જ નથી. તેઓના જીવનમાં રંગ પૂરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવાનું કાર્ય પોરબંદર NSUI ટીમના તમામ સદસ્યો દ્વારા કરાયું હતું. તેમજ પોરબંદર NSUI હંમેશા તેમને પરિવાર સમજીને તેમની સાથે હળીમળીને હોળી રમવાનું આયોજન કરતું આવ્યું છે. પ્રજ્ઞાચક્ષુ ગુરૂકૂલના તમામ વિધાર્થીઓને DJના તાલે જુમાવ્યા હતા અને તેમને મોજમસ્તી કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.