તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટીસ:કુણવદર ગામે વોકળા પાસેથી પેશકદમી દુર કરવા નોટીસ અપાઇ

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેશકદમીને લીધે વરસાદનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું

પોરબંદરના કુણવદર ગામે વોકળા પાસે આવેલી ગૌચરની જમીનમાં દિવાલો બાંધી પેશકદમી કરી હોવાને લીધે થોડા દિવસો પૂર્વે વરસેલા વરસાદ વખતે પાણી વોકળામાં જઇ શકયું ન હોવાથી ગામમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી વહીવટીતંત્રએ આવી પેશકદમી દૂર કરવાની 7 દિવસની નોટીસ આપી છે.

કુણવદર ગામમાં અને ખેતરોમાં એકઠું થતું વરસાદી પાણી જે વોકળા મારફતે નિકાલ થાય છે તે વોકળાની આસપાસ આવેલી ગૌચરની જમીનમાં અમુક તત્વો દ્વારા ફરતો પાળો બાંધી દેવામાં આવ્યો હતો અને તેમાં ખેતી કરવામાં આવતી હતી. જેને લીધે થોડા દિવસો પહેલા વરસેલા વરસાદ વખતે વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ગામમાં વસતા લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ અંગે સરપંચ મણીબેન રાજુભાઇ કારવદરાએ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને જિલ્લા કલેકટર સહીતના અધિકારીઓને રજૂઆત કરતા જિલ્લા વહીવટીતંત્રએ ગઇકાલે આ ગૌચરની જમીનની માપણી કરી નિશાન ખોળી દીધા છે તેમજ દબાણ કરનાર લોકોને 7 દિવસની અંદર સ્વચ્છાએ દબાણ હટાવી પેશકદમી ખુલ્લી કરી દેવાની નોટીસ આપવામાં આવી છે અને જો નિયત સમયમાં આમ નહીં કરવામાં આવે તો દબાવ કરનારના 7/12 માં તેની નોંધ કરવામાં આવશે અને દબાણ દૂર કરવાનો તમામ ખર્ચ દબાણ કરનાર પાસેથી વસુલવામાં આવશે તેવું જણાવી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...