મંડળીઓની નોંધણી રદ કરવા નોટિસ:પોરબંદર જિલ્લામાં 9 સહકારી મંડળીઓ ફડચામાં જતા મંડળીઓની નોંધણી રદ કરવા અંગે નોટિસ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં આવેલી સહકારી મંડળીઓ ફડચામાં જતાં સહકારી કાયદાની કલમ ૨૦ હેઠળ ૯ મંડળીઓની નોંધણી રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે. આ મંડળીઓ ઘણા વર્ષોથી નિયમાનુસાર ઓડિટ કરાવેલ નથી, મંડળીઓએ કોઈ પણ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પૂરા પાડવામાં આવ્યા નથી, મંડળીઓના નોંધણી બાદ હાલના વહીવટકર્તા કે સભાસદોની કોઈ પણ પ્રકારની માહિતી કચેરીમાં આપવામાં આવી નથી. તેમજ જિલ્લાની ઘણી મંડળીઓને અગાઉ ફડચામાં લઈ જવામાં આવેલ છે છતાં પણ મંડળીઓએ હુકમથી નિયુક્ત કરેલા ફડચા અધિકારીને ચાર્જ સુપ્રત કરેલ નથી તથા ફડચા મંડળીનો ચાર્જ લેવા રૂબરૂ સંપર્ક કરવા છતાં ચાર્જ સુપ્રત કરવા હોદેદારો કે સભ્યોએ દરકાર લીધેલ નથી.

આ મંડળીઓમાં પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાની શ્રમજીવી મજૂર સ.મ.લી મુ.ખાપટ, શિવમ ફળ અને શાકભાજી ઉત્પા.સ.મ.લી.મુ.માધવપુર, મારુતિ ફળ અને શાકભાજી ઉત્પા.સ.મ.લી.મુ.ટુકડા(મી), શ્રધ્ધા મહિલા શ્રમયોગી મજુર સ.મ.લી.મુ.પોરબંદર, ટુકડા(ગોસા) મજુર સ.મ.લી.મુ.ગોસા, શિલ્પા ફિશરીઝ અને કન્ઝયુમર્સ કો. ઓપ.સો.લી.મુ.પોરબંદર, જ્યારે રાણાવાવ તાલુકાની ગોપાલ મજુર સ.મ.લી.મુ.રાણાવાવ, કિરણ ફળ અને શાકભાજી ઉત્પા.સ.મ.લી.મુ.રાણાવાવ તેમજ કુતિયાણા તાલુકાની ઉમિયા ફળ અને શાકભાજી ઉત્પા.સ.મ.લી.મુ. દેવડા સહકારી મંડળીઓને નોંધણી રદ કરવામાં અંગે નોટિસ આપવામા આવી છે.

આવી મંડળીઓએ ઈરાદાપૂર્વક ફડચાનો ચાર્જ, રેકર્ડ,સાહિત્યને ફડચા અધિકારીને સુપ્રત કરવા માંગતા ન હોવાથી સહકારી કાયદાની કલમ ૧૦૭ ભંગ બદલ આવી મંડળીઓને સહકારી કાયદાની કલમ ૨૦ હેઠળ નોંધણી કાયમ માટે રદ કરવાની તેમજ કોઈ સરકારી કચેરી અથવા સહકારી સંસ્થાઓનું લેણું બાકી હોય તો નોટિસ પ્રસિદ્ધ થયાનાં ૧૦ દિવસમાં આધાર પુરાવા જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં રજુ કરવા જણાવાયું છે. તેમજ નોટિસ પ્રસિદ્ધ થયાનાં ૧૦ દિવસમાં તેમના હસ્તક મંડળીનો ચાર્જ સુપ્રત કરવા સૂચના આપવામાં આવે છે. આમ છતાં જો મુદતમાં આ કાર્યવાહી મંડળીના હોદેદારો કે સભાસદો દ્વારા પૂરી કરવામાં નહિં આવે તો તેવી મંડળીઓની કાયમી નોંધણી રદ કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જણાવાયું છે. તેમજ મંડળીના ફડચાનો ચાર્જ સુપ્રત કરવા માટે જરૂર જણાય સહકારી મંડળીઓની કચેરી જૂની કલેકટર કચેરી પ્રથમ માળ રાણીબાગ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી પોરબંદરનો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...