તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:11 જૂન સુધી રાત્રી કર્ફ્યુ, નિયંત્રણ અને છૂટછાટ અંગે જાહેરનામું

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં સરકારની નવી ગાઇડલાઇન જારી

રાજ્યમાં કોવિડ-19 ના સંક્રમણની અસરને ધ્યાને લઇને ગૃહ વિભાગના હુકમથી રાજ્ય સરકાર દ્વારા તારીખ 11 જૂન સુધી જનહિતલક્ષી જરૂરી નિયંત્રણો છૂટછાટો સાથે રાત્રી કર્ફ્યુ લંબાવાયુ છે. જે અનુસંધાને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા શહેર તથા જિલ્લા માટે જરૂરી છૂટછાટ નિયંત્રણો સાથે રાત્રી કર્ફ્યુ લંબાવવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

પોરબંદર શહેરમાં તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ,બ્યુટી પાર્લર સહિત અન્ય વ્યાપારિક ગતિવિધિ તારીખ 3 જૂન થી તારીખ 11 જૂન સુધી સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટ સવારના 9થી રાત્રિના નવ સુધી પાર્સલ તથા રાત્રીના દસ કલાક સુધી હોમ ડિલિવરી ચાલુ રાખી શકાશે. જિલ્લામાં લગ્ન માટે મહત્તમ 50 લોકોને છૂટછાટ રહેશે. ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક,શૈક્ષણીક કાર્યક્રમો બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન કોવિડ-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક, તાત્કાલિક સેવા સાથે સંકળાયેલા સેવા ચાલુ રહેશે. નોકરીના સ્થળોએ 50 ટકાની મર્યાદામાં કર્મચારીઓ રાખી શકાશે. અંતિમવિધિ માટે 20 લોકોની મર્યાદા રહેશે.

અન્ય સમાચારો પણ છે...