પોરબંદર જિલ્લાના ટુકડા અને વિસાવાડા વચ્ચેના દરિયામાં વિશાળ કદની લાઇફ બોટ તણાઇ આવતા અને તપાસ કરતા જાણવા મળેલ કે પાકીસ્તાનની એક શીપ દરિયામાં ડૂબી જતા આ લાઇફ બોટ તણાઇને પોરબંદરના દરિયા કિનારે તણાઇ આવી હતી. પોરબંદર પાકિસ્તાનથી ખૂબ જ નજીક આવેલ હોય અવાર-નવાર દરિયામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.
પોરબંદરના ટુકડા અને વિસાવાડા વચ્ચેના દરિયામાં વિશાળ કદની લાઇફ બોટ તણાઇ આવતા એસઓજી પોલીસ, મરીન પોલીસ સહિતનો કાફલો આ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ કરતા કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સીઓનો સંપર્ક સાધતા એવું જાણવામાં આવ્યું હતું કે આ લાઇફ બોટ પાકીસ્તાનની છે અને પાકીસ્તાનના દરિયામાં શીપ ડુબી જતા તેમાંથી છુટી પડીને પોરબંદરના દરીયામાં આવી પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.