તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:પોરબંદર જિલ્લામાં સતત 18 દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 101659 કુલ ટેસ્ટ થયા, 11 કેસ એક્ટિવ

પોરબંદરમાં સદનસીબે સતત 18માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પ્રથમ તબક્કાનું રસી અપાયા બાદ બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 501 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. આમ છેલ્લા 18 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 953એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. હાલ 11 કેસ એક્ટિવ છે. જ્યારે સિવિલના આઇસોલેશનમાં કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 101659 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો