તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:પોરબંદર જિલ્લામાં 35 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સદનસીબે સતત 35માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમા 560 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. આમ છેલ્લા 35 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 955એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. અત્યાર સુધીમાં 111616 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...