દરિયામાં કરંટ:હજુ 30 મે સુધી વાવાઝોડાની ચેતવણી નથી, પોરબંદર ના દરિયા માં મોજાઓ 20 ફૂટથી વધુ ઊંચે અથડાયા

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે, પોરબંદર ના દરિયા માં મોજાઓ 20 ફૂટથી વધુ ઊંચે સુધી અથડાઈ રહ્યા છે, પોરબંદરના ફિશરીઝ વિભાગે એવું જણાવ્યું છે કે હજુ તા. 30 /05 સુધી દરિયામાં વાવાઝોડું આવે તેવી કોઈ ચેતવણી હવામાન વિભાગ દ્વારા નથી. જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, ખાસ તો મધ દરિયામાં 45 થી 54 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે, જોકે માછીમારી ની સિઝન પુરી થઈ છે, આમ છતાં આ વિસ્તારમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...