પ્રવેશબંધી:ઓડદર ગામે ફાયરીંગ પ્રેકટિસ દરમિયાન દરિયામાં પ્રવેશબંધી

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે

પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોશીએ એક જાહેરનામું બહાર પાડીને આગામી તા. 21 જુનથી તા. 5 જુલાઇ સુધીના કુલ 15 દિવસ સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્તા નજીક તથા દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ જામનગર,ઓખા, પોરબંદર, માંગરોળ અને પીપાવાવ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને મરીન કમાન્ડોનું ત્રિમાસિક ફાયરીંગનું આયોજન કરવામાં આવશે.

પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ ભાગે 200 મીટર, પશ્ચિમ ભાગે 200 મીટર, ઉત્તર ભાગે 600 મીટર, દક્ષિણ ભાગે 200મીટર તથા દરીયામાં 5 કિ.મી. સુધીના વિસ્તારમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્યાન માછીમારો વ્યગકિતગત તેમજ વહાણ-બોટ લઇ જવા ઉપર આ સમય દરમ્યાિન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...