ફરીવાર ટેન્ડર બહાર પાડ્યું:ટ્રાફિક સિગ્નલોના મેન્ટેનન્સ માટે કોઈ કંપની મળતી નથી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર નગર પાલિકા દ્વારા ફરીવાર ટેન્ડર બહાર પાડી સિગ્નલને કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

પોરબંદર શહેરમાં ધમધમતા રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે પરંતુ આ સિગ્નલો માટે કોઈ મેન્ટેનન્સ કંપની મળતી ન હોવાથી આ સિન્ગલો બંધ હાલતમાં પડ્યા છે ત્યારે ફરીવાર પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી સિગ્નલ ચાલુ કરાવવા પ્રક્રિયા હાથ ધરાઇ છે.

પોરબંદર શહેરમાં રાણીબાગ અને હનુમાન ગુફા પોલીસ ચોકી પાસે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા છે. આ સિગ્નલો થોડો સમય ચાલુ રહ્યા બાદ બંધ પડી જાય છે. આ સિગ્નલોના મેન્ટેનન્સને લઈને કોઈ નક્કર કામગીરી ન થતાં આ સિગ્નલો મોટેભાગે બંધ હાલતમાં જોવા મળે છે.

આ મામલે પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ થાય તે માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે. અગાઉ પણ પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને હવે નગરપાલિકા દ્વારા નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે.છેલ્લા છ મહિનાથી વધુ સમયથી આ ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...