જનજાગૃતી કાર્યક્રમ:ગરીબીને કારણે કોઇ વ્યસન મુક્ત બન્યા હોય તેવું જોવામાં આવ્યું નથી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાબંધી સપ્તાહ અંતર્ગત આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો

નશાબંધી સપ્તાહ અંતર્ગત આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, તેમજ નશાબંધી વિષય નિબંધ તેમજ,વકતૃત્વ સ્પર્ધા, લોકસાહિત્યકાર ગઢવી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નશાબંધી ખાતાના પી.આર ગોહિલએ વિદ્યાર્થીની કેવી રીતે પરીવાર, કુટુંબને વ્યશન છોડાવે તેવા ઉદાહરણો આપી સમજ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગરીબીને કારણે ભણતર છોડયાના દાખલા છે પણ ગરીબીના કારણે કોઇનું વ્યશન છોડેલ છે તેવું જોયેલ નથી, તમામ વિધાર્થીનીઓને વ્યશન નહીં કરવા કુલ 5 જણાને વ્યશન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા લેવવાડી હતી.

લોકસાહિત્યકાર શકિતદાન ગઢવીએ માતાજીના પ્રાચીન ગરબાથી શરૂઆત કરી સાહિત્યની ભાષામાં વ્યશન થી નુકશાન વિશે માહીતી આપી અને જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે, જેમણે જેમણે વ્યશન કર્યા તે પતનના રસ્તે ગયા છે. જિલ્લા કાનુની સત્તા મંડળ પોરબંદરના અને લીગલ કોર્ટ લીલુબેન મોકરીયા અને મકવાણા માનવ અધિકાર તેમજ કાનુની સહાય બાબતે વિસ્તૃત જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને અધીક્ષક નશાબંધી ખાતું પોરબંદર તરફથી વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...