બેઠક:સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા દેવુભગતની નિર્વાણતિથીની ઉજવણી કરવામાં આવશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ખવાસ જ્ઞાતિના આગેવાનો, યુવા સંગઠન તેમજ મહિલા મંડળની બેઠક મળી

ખવાસ જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય દેવુભગતની 9મી નિર્વાણતિથિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને સમસ્ત ખવાસ જ્ઞાતિની વંડી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ એરડાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં નવનિયુક્ત યુવા સંગઠન અને મહિલા સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જ્ઞાતિને સામાજીક અને શૈક્ષણિક રીતે આગળ લઇ જવા માટે યુવા સંગઠન અને મહિલા સંગઠનના સભ્યોએ ઉત્સાહ દાખવ્યો હતો.

આગામી તા. 18મી જુલાઇના રોજ ખવાસ જ્ઞાતિના સંત દેવુભગતની નિર્વાણતિથિની ઉજવણીને લઇને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દેવુભગતની નિર્વાણતિથિ નિમિતે રાજમાર્ગો પર બેનરો લગાડવામાં આવશે, સવારના સમયે એકાવન દંપત્તિ દ્વારા દેવુભગતની સમૂહમાં મહાપૂજા કરવામાં આવશે. ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. બપોરના 1 વાગ્યે મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં આગામી દિવસોમાં યુવા સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

તેમજ મહિલા સંગઠન દ્વારા પણ મહિલાઓને ઉત્કર્ષને લઇને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જ્ઞાતિના પ્રમુખ વજુભાઇ અને ઉપપ્રમુખ કરશનભાઇ ચૌહાણે દરેક જ્ઞાતિજનો સહભાગી બને તેવી પણ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં દિનેશભાઇ પરમારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંગઠનની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...