તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોરબંદર જિલ્લામાંથી જુગાર રમતી મહિલા સહિત 19 શખ્સો ઝડપાયા

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ ચાર સ્થળ પર દરોડો પાડી કુલ રૂ. 1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદર જિલ્લામાંથી જુગાર રમતી મહિલા સહિત 19 શખ્સો ઝડપાયા હતા. પોલીસને મળેલ બાતમીના આધારે માર્કેટયાર્ડ દુકાન નં.28 ના માલીક હેમેન્દ્ર કિશોર રાયચડ્ડા રહે. વાડી પ્લોટ શેરી નં-1 વાળાની દુકાને દરોડો પાડી જુગાર રમતા હેમેન્દ્ર કિશોર રાયચડ્ડા, નરેશ કિશોરભાઇ રાયચડ્ડા, પ્રવીણ ભૂરા બાલાસ અને માલદે રામ સુંડાવદરાને ઝડપી રોકડા રૂ. 48,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે બોખીરા વછરાજ નગરમાં રહેતા વાલીબેન શૈલેષ ઓડેદરા નામની મહિલા પોતાના રહેણાંક મકાને જુગારધામ ચલાવતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી મકાનમાં જુગાર રમતા વાલીબેન શૈલેષ ઓડેદરા, શિતલબેન અરભમ બાપોદરા, વાલીબેન મેરૂ ઓડેદરા, મેરૂ વેજાભાઇ ઓડેદરા, રણુ ઉર્ફે રણજીત પરબત ઓડેદરા, સરમણ ઉર્ફે હાજા દેવા બોખીરીયા, કરણ ખીમા બાપોદરા અને હરીશ ભીમા ઓડેદરાને જુગાર રમતા ઝડપી કુલ રૂ. 1,09,900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત બિલેશ્વર કોળીવાડના નાંકા પાસે સ્ટીલલાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતો વિક્રમ છગન બહુકીયા અને લક્ષ્મીબેન ભરત ચૌહાણને તીનપતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી કુલ રૂ. 3070નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે ટુકડા ગામ કુંભાણી ફળીયામા જાહેરમા જુગાર રમતા ભુરા કેશવ ઓડેદરા, રાજુ દેવા ઓડેદરા, નાથા રાણા ઓડેદરા, ભીમા લીલા ઓડેદરા અને દેવશી દેવા ઓડેદરાને બગવદર પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...