કામગીરી:બળેજ ગામે પીજીવીસીએલની ત્રણ ટીમનો રાત્રીના દરોડો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સ દ્વારા 63 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી ગેરકાયદે વીજચોરી કરતા 'તા, રૂ. 85.52 લાખનો દંડ ફટકાર્યો

પોરબંદર તાલુકાના બળેજ ગામે ખાણમાં વીજચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પીજીવીસીએલ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા બળેજ ગામમાં રાત્રી દરમ્યાન ખાણ વિસ્તારમાં 3 વીજ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં વજુભાઈ રામભાઈ મોઢની ખાણમાં વીજ ચેકિંગ કરતા ટીમ ચોંકી ઉઠી હતી.

શખ્સ દ્વારા પીજીવીસીએલની 11 કેવી લાઈનમાં 63 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી ડાયરેક્ટ લંગરીયું નાખી ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયા હતા. જેથી કંપનીના નિયમ મુજબ વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી રૂ. 85.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ સ્થળ પરથી 63 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર તથા પાવરચોરીમાં ઉપયોગમાં લીધેલ મુદામાલ જપ્ત કરવામાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...