ગણેશ વિસર્જન:અગલે બરસ તું જલ્દી આના..શહેરમાં આજે ગણેશ વિસર્જન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં આજથી ગણેશ વિસર્જન કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા શહેરના વિવિધ 4 સ્થળોએ ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરી છે. ગણેશ ચતુર્થીના દિવસે આયોજકોએ ગણેશજીની ભક્તિભાવ પૂર્વક ઢોલ શરણાઈ સાથે સ્થાપના કરી છે. અંદાજે શહેરમાં નાનામોટા આયોજનમાં 40પ સ્થળે ગણેશજી ના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે અને આ પંડાલો ખાતે વિવિધ સ્વરૂપે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી દરરોજ સવારે શાંજ મહા આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.

શહેરમાં વિવિધ ગણેશજીના પંડાલ ખાતે ભાવિકો દર્શન કરી લ્હાવો લઈ રહ્યા છે. આજે મંગળવારે ગણેશજી ની પૂજા કરી અબકે બરસ તું જલ્દી આના...ના નાદ સાથે વિસર્જન થશે. ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન માટે તંત્ર દ્વારા 4 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે જેમાં છાયા વિસ્તારમાં આવેલ રઘુવંશી સોસાયટી પાછળ કૃત્રિમ ખાડાની સુવિધા ઉભી કરી છે જેમાં કોઝવે ની ડાબી બાજુ નાની મૂર્તિઓ અને જમણી સાઈડ મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે બોખીરા વિસ્તારમાં બીએસયુપી આવાસ સામે ચારણઆઈ મંદિર પાસે, બોખીરા નંદેશ્વર તળાવ ઉપરાંત અસ્માવતી ઘાટ સોમનાથ મહાદેવ મંદિર પાસે ગણેશ વિસર્જન ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...