તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી મહિનાની ઉજવણી:નવા ભરતી થયેલા પોલીસ કર્મીઓને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ

પોરબંદર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં ટ્રાફિક માસની ઉજવણી અંતર્ગત પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન કરાયું

પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા હાલ 32માં માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે, તે અંતર્ગત પોરબંદર પોલીસમાં નવી ભરતીમાં જોડાયેલ મહિલા પોલીસને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી. પોલીસ ફરજ ઉપર હોય અને આસપાસના વિસ્તારમાં ક્યાંય અકસ્માત સર્જાય અથવા તો હાઇવે પર કોઈ અકસ્માત થાય ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી કેવી રીતે મદદરુપ બની શકાય.

જેથી ઇજાગ્રસ્ત માણસને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરળતા રહે અને ત્યાં સુધી ઇજામાં શકય તેટલી રાહત મળી રહે તેવા હેતુથી પોરબંદર ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા પોરબંદર પોલીસની ભરતીમાં તાલીમ લઈ રહેલી બહેનોને પ્રાથમિક સારવાર તાલીમ આપવાનું પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનર અરવિંદભાઈ રાજ્યગુરુ અને અલ્પેશભાઈ નાંઢાએ વિગતવાર પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા તાલીમ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો