તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા-વિચારણા:પોરબંદરમાં માપલાવાળી જગ્યા પર જ નવું ફેઇઝ-2 હાર્બર બનશે : CMએ ખાત્રી આપી

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યને સાથે રાખીને ખારવા સમાજે CM સાથે નવા બંદરની જગ્યા વિષે ચર્ચા કરી

પોરબંદરના ખારવા સમાજના પ્રમુખની ટીમે ધારાસભ્યને સાથે રાખીને ગાંધીનગર મુકામે રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવા બનનારા ફેઇઝ-૨ હાર્બરની જગ્યા વિષે મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી. પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાને સાથે રાખીને પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ તથા માછીમાર બોટ એસોસીએશનના આગેવાનોએ ગાંધીનગર મુકામે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત કરી હતી અને પોરબંદરમાં નવા બનનાર ફેઇઝ-૨ હાર્બરની જગ્યા વિષે CM સાથે મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી તેમજ હાલ બંદર ખાતે બોટ પાર્કિંગની સમસ્યાઓને લઇને પણ રજૂવાતો કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખારવા સમાજના પ્રમુખ અને બોટ એસોસીએશનના આગેવાનોની માંગ અને રજૂવાતોને ગ્રાહ્ય રાખીને ખાત્રી આપી હતી કે હાલ તુરંત પોરબંદરના જુના બંદર પરથી ડ્રેજીંગની કામગીરી કરાવીને બોટ પાર્કિંગની સમસ્યાઓને દૂર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ પોરબંદરના જુના બંદરની માપલાવાળી જગ્યા પર જ નવા બનનાર ફેઈઝ-૨ હાર્બરની કામગીરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો