આયોજન:સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના નવા પુસ્તકોની ખરીદી કરાઈ, વાચકોને લાભ લેવા અપીલ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ લાયબ્રેરી ખાતે એક અઠવાડિયા માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું 'તું

ગઈકાલે રવિવારથી તા. 20 નવેમ્બરને ને શનિવાર દરમ્યાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુલક્ષીને પોરબંદરની સ્ટેટ લાઈબ્રેરી ખાતે રવિવારે પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષોમાં નવા ખરીદવામાં આવેલા પુસ્તકો પણ પ્રદર્શનમાં રાખેલ છે. આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે ત્યારે પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી ખાતે જીપીએસસી, વર્ગ 1,2,3 માટે તેમજ IAS અને યુપીએસસી, પીએસઆઇ, કોન્સ્ટેબલ, રેલવે, બેન્કિંગ માટેની પરીક્ષા લક્ષી નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે.

પુસ્તક પ્રદર્શનમાં વિવિધ નવલકથા, બ્રિટન કાલીન, ઐતિહાસિક પુસ્તકો મુકવામાં આવ્યા છે ત્યારે લોકો આવા પુસ્તકો વાંચવા માટે આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વાંચકો માટે સુવિઘાઓમાં વધારો કરી શકાય તેમજ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ દરમ્યાન સભ્ય નોંઘણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હાલ આ લાયબ્રેરી ખાતે 51 હજાર પુસ્તકો છે.

સ્ટેટ લાઈબ્રેરીને વિશીષ્ટ ગ્રંથાલય તરીકે જાહેર કરી અનુદાનની રકમ ફાળવાઈ
અત્રે ઉલ્લેખનીય છેકે, ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પોરબંદરની સ્ટેટ લાઈબ્રેરીને વિશીષ્ટ ગ્રંથાલય તરીકે જાહેર કરી ખાસ અનુદાનની રકમ ફાળવવામાં આવેલ છે. આ અનુદાનથી સ્ટેટ લાઈબ્રેરીમાં પુરૂષો તથા મહીલાઓ માટે યુરીનલ બ્લોક સહિત બાંધકામ પણ શરૂ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...