તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનું જોખમ:પોરબંદર - દ્વારકા - સોમનાથ હાઇવે પર NHAIની બેદરકારી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર-દ્વારકા-સોમનાથ હાઇવે હાલમાં જ કાર્યરત કરાયો છે, તેમાં NHAI ની બેદરકારીને લીધે અનેક જગ્યાએ ક્ષતિઓ રહી ગઇ હોવાના કારણે આ હાઇવે પરથી પસાર થતા વાહનોનો વારંવાર અકસ્માત સર્જાય છે તેવી કોંગ્રેસના મંત્રી રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસે રજૂઆત કરી છે કે પોરબંદર-દ્વારકા-સોમનાથ હાઇવે કુછડી, ભાવપરા અને પાલખડા પાસે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા નથી અને અન્ડરપાસ પણ બનાવવામાં આવેલ નથી જેથી વાહન ચાલકોને ફરજીયાત બે કી.મી. સુધી રોંગ સાઇડમાં વાહન ચલાવવું પડે છે જેને કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે. અત્યાર સુધીમાં અંદાજે 17 કરતા વધુ અકસ્માતોમાં અનેક માનવ જીંદગીઓ હોમાઇ ચૂકી છે. વળી આ રસ્તાઓ પણ પાણી નિકાલની કોઇ જ વ્યવસ્થા કરી ન હોવાથી આ હાઇવેની આસપાસ આવેલી લગભગ 3 થી 4 હજાર એકર જમીનમાં ગત વર્ષે પાણી ફરી વળ્યા હતા જેને લીધે ખેડૂતોની પાક લઇ શકાયો ન હતો અને ખેડૂતોને મોટુ નુકસાન થયું હતું.

જયારે કે કુછડી ગામે સર્વીસ રોડ ન હોવાના કારણે પરત ફરતી વખતે રીણાવાડા સુધી 2 કી.મી. રોંગ સાઇડમાં વાહનો ચલાવવા પડે છે. જયારે કે પાણીના વહેણ હોય તે પસાર કરવા માટે ગેઇટ બનાવવા જોઇએ તેના બદલે ખોટી જગ્યાએ બ્રીજ બનાવી દીધા છે અને પાણી નીકળે નહીં તે રીતે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...