ખેતી અને ખેડૂત:પ્રાકૃતિક ખેતી કરી ખેડૂત બન્યા પ્રેરણાસ્ત્રોત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી  બન્યા પ્રેરણાસ્ત્રોત - Divya Bhaskar
પોરબંદર જિલ્લાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત
  • પ્રાકૃતિક ખેતી લોકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શક્શે

ભારત દેશએ કૃષિ પ્રધાન દેશ છે. સરકાર દ્વારા પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન પ્રાપ્ત કરે એના માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પોરબંદર જિલ્લાના એક ખેડૂત બાલુભાઈ પણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણસ્રોત બન્યા છે. ખેડૂત બાલુભાઈ ભૂતિયાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.

આજના આધુનિક યુગમાં જ્યારે પેસ્ટીસાઇડ્સ તથા યુરિયા જેવા ખાતરને લીધે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે તથા પાક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી જમીનો માટે વરદાનરૂપ સાબિત થઈ શકશે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં દેશી ખાતર ઉપયોગ કરવામાં આવે છે. તથા જીવામૃત થકી પાકના ઉત્પાદનમાં ઘણો ફાયદો થયો છે.

તેમજ પ્રાકૃતિક ખેતી લોકોના સ્વાસ્થય માટે પણ ફાયદાકાક છે. સરકાર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે રૂ.5400 સહાય આપવામાં આવે છે. સરકાર અનેકવિધ યોજનાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં તથા લોકોના આરોગ્યની કાળજી માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે. આ માટે લોકોએ વધુમાં વધુ તેનો લાભ મેળવવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઉએ.

અન્ય સમાચારો પણ છે...