તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીહરિ મંદિરના ૧૫ માં પાટોત્સવની ઉજવણી:રાષ્ટ્રિય કથાકાર રમેશભાઇ ઓઝા સૌ પ્રથમવાર શ્રીરામ કથાનું પઠન કરી ભાવિકોને ભીંજવશે

પોરબંદર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં સાંદિપની શ્રી હરિ મંદિરના 15 માં પાટોત્સવ દરમ્યાન 9 દિવસની દિવ્ય ઉજવણી કરાશે

પોરબંદર શહેરના સાંદિપનિ વિદ્યાનિકેતન ખાતે આગામી તા.૧૩-૦૨ થી તા.૨૧-૦૨-૨૦૨૧ સુધીના નવ દિવસો દરમ્યાન અનેકવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીહરિ મંદિરના ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે અને રાષ્ટ્રીય કથાકાર રમેશભાઇ ઓઝા સૌ પ્રથમવાર પોતાના મુખેથી શ્રીરામ કથાનું પઠન કરીને ભાવિક-ભક્તોજનોને ધર્મભાવથી ભીંજવશે.

સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક તથા દેશ-વિદેશમાં શ્રીમદ્ ભાગવત કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આગામી તા.૧૩/૦૨ થી તા.૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન અનેકવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા શ્રીહરિ મંદિરના ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વખતે સરકારની કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇનનું પાલન કરીને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉજવણીઓ યોજાશે. અગાઉ વર્ષ-૨૦૦૬ માં શ્રીહરિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કથાકાર રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું હતું અને ગત અધિકમાસમાં સંપૂર્ણ પુરુષોત્તમ માસ દરમ્યાન પણ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલું હતું.

પરંતુ રાષ્ટ્રીય કથાકાર રમેશભાઇ ઓઝાના શ્રીમુખેથી શ્રીરામ કથાનું આયોજન સૌ પ્રથમવાર તા.૧૩/૦૨ થી તા.૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન થઈ રહ્યું છે. આ શ્રીરામકથાનું આયોજન સાપુતારા ખાતેના શ્રીસાંદીપનિ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતાં વનવાસી આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી કરવામાં આવી રહ્યુ છે. શ્રીરામ કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો અનુસાર વિવિધ ઝાંખીઓ પણ પ્રસ્તુત થશે તથા શ્રીરામ જન્મ, શ્રીરામ વિવાહ, રામેશ્વર સ્થાપના અને રામ રાજ્યાભિષેક જેવા ઉત્સવોનું પણ દર્શન થશે.

આ પાટોત્સવ ઉજવણીમાં શ્રીરામ કથાની સાથે સાથે અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો પણ યોજાશે. આ સંપૂર્ણ પાટોત્સવની ઉજવણી વખતે યોજાનારી શ્રીરામ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોરના 3:30 વાગ્યાથી ટેલીકાસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો