આયોજન:પોરબંદરમાં આગામી 13 ઓગસ્ટે નેશનલ લોક અદાલતનું આયોજન

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજન હાથ ધરાયું

પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13-8-2022 ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 13-8-2022 ને શનિવારના રોજ પોરબંદર શહેર અને તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નેશનલ લોક અદાલતમાં દાખલ થયેલા તથા દાખલ થાય તે પહેલાના કેસો હાથ પર લેવામાં આવનાર છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાપવામાં આવેલ ઇ ચલણ લોક અદાલતમાં પ્રિલીટીગેશન સ્ટેજ પર દંડ ભરી શકાશે તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જનરેટ કરવામાં આવેલ ઇ ચલણ મોબાઈલ એપ્લિકેશન મારફત ટ્રાફિક શાખાની વેબસાઈટ મારફત આપની નજીકમાં આવેલ ટ્રાફિક શાખામાં તારીખ 13-8 ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં ભરી શકાશે.

આ ઉપરાંત સમાધાન લાયક ફોજદારી કેસો, ચેક રિટર્ન અંગેના તેમજ અકસ્માત વળતર, બેંક લેણા, લગ્ન વિષયક, મજૂર અદાલતના તેમજ જમીન સંપાદનના અને ઇલેક્ટ્રિસિટી તેમજ રેવન્યુ, ખાધાખોરાકી અને અન્ય સમાધાનના કેસો હાથ પર લેવામાં આવનાર છે. આ લોકઅદાલત સાંદિપની રોડ પર, સેવાસદન-2 ની સામે, પ્રથમ માળ, પોરબંદર ખાતે યોજાશે.

પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર. ટી. પંચાલ દ્વારા પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ પોરબંદરના મુખ્ય ન્યાયાધીશ કે. આર. ઉપાધ્યાય દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છૂટાકારો મળે તે માટે વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...