રજૂઆત:પોરબંદરને જોડતો નેશનલ હાઇવે બિસ્માર, સમારકામ કરવા માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખખડધજ રસ્તાને રીપેર કરવા કોંગ્રેસે વધુ એક વખત NHAI ને રજૂઆત કરી

પોરબંદરને જોડતા આસપાસના તમામ નેશનલ હાઇવે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. NHAI સામાજીક કાર્યકરો, સામાજીક સંસ્થાઓ અને રાજકીય અને બિનરાજકીય અનેક લોકોએ રજૂઆતો કરેલ હોવા છતાં તંત્ર દ્વારા આ હાઇવેનું સમારકામ કરાયું નથી ત્યારે કોંગ્રેસે વધુ એક વખત NHAI ને લેખીતમાં રજૂઆત કરી છે.

પોરબંદર તરફ આવતા તમામ નેશનલ હાઇવે શહેરની આજુબાજુના 10 કીલોમીટર સુધી અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરીટી તેની ગંભીરતા સમજતી નથી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડિયાએ NHAI ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં છેલ્લા એક વર્ષથી રોકડિયાથી જયુબેલી પુલ તરફનો હાઇવે અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે.

રોકડિયા હનુમાન થી જયુબેલી પુલ સુધીનો રસ્તો અત્યંત મહત્વનો હાઇવે ગણાય છે તેના સમારકામ માટે અડધો ડઝનથી વધુ રજૂઆતો કરી છે. તેની સાથે સાથે વિરભનુની ખાંભીથી લઇને બિરલા કોલોની થઇને ઇન્દીરા નગર સુધીનો રસ્તો, તેવી જ રીતે જયુબેલી પુલથી બોખીરા બસ સ્ટેન્ડ થઇને ત્રણ માઇલ તરફ જતો રસ્તો પણ ખખડધજ હાલતમાં છે.

આ રસ્તા પરથી 20 થી 30 ફૂટ લાંબા અને 15 ફૂટ પહોળા ઉંડા ખાડા પડી ગયા છે. NHAI તગડા ટોલ ટેક્ષ વસુલે છે પરંતુ સુવિધા આપવામાં અખાડા કરે છે. NHAI ને આ બાબતને ગંભીરતાથી લઇને કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ હાઇવેનું સમારકામ કરાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...