• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Narendra Modi Inaugurated Over 676 Crore Development Works Of Porband; The Hospital Medical College Will Be Constructed At A Cost Of 545.87 Crores

પીએમ મોદીએ કરી વિકાસ કાર્યોની લ્હાણી:નરેન્દ્ર મોદીએ પોરબંદના 676 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું; 545.87 કરોડના ખર્ચે હોસ્પિટલ-મેડિકલ કોલેજ નિર્માણ પામશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારના રોજ જુનાગઢ ખાતેથી રૂ. 676 કરોડથી વધુ રકમના ખર્ચે થનારા પોરબંદર જિલ્લાના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ સિંહ અને નરસિંહની ભૂમિ જુનાગઢના પ્રવાસે આવીને વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતા. જુનાગઢ અને ગીર સોમનાથની સાથે સાથે પોરબંદર જિલ્લાના વિકાસના વિવિધ કામોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

રૂ. 676 કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત
પીએમ મોદીએ પોરબંદર ખાતે રૂ. 545.87 કરોડના ખર્ચે બનનાર જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બન્યા બાદ મેડિકલ ક્ષેત્રે ભવિષ્ય ઈચ્છતા યુવાનો એ મેડિકલના અભ્યાસ માટે તથા દર્દીઓએ સારવાર માટે રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડશે નહીં. પોરબંદરમાં આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નિર્માણ બાદ રોજગારીની વિવિધ તકો પણ ઊભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ખાતમુહૂર્ત કરતા પોરબંદર જિલ્લાવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી. આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા,પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...