સ્નીફર ડોગની મદદથી ચેકીંગ:શહેરના બંદર વિસ્તાર, દંગા, ભૂતકાળના ડ્રગ્સ ના આરોપીના મકાને નાર્કોટીક્સ તથા એક્સપ્લોઝીવ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકની સુચના દ્વારા રાજ્યની હાલની પરીસ્થિતી અને આંતરીક સુરક્ષા સુદ્રઢ બને તે હેતુસર તેમજ નાર્કોટીકસની બદી અટકાવવા માટે સ્નીફર ડોગની મદદ લેવામાં આવે છે તે અનુસંધાન પોરબંદર એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલએ સુચના આધારે નાર્કોટીકસ અને એક્ષપ્લોઝીવ ની તપાસ હાથ ધરી હતી.

તે માટે 2 સ્નીફર ડોગ પોરબંદર ખાતે મંગાવી પોરબંદર બંદર વિસ્તાર, જેટી, રેલ્વે સ્ટેશન, મચ્છીના દંગાઓ, ધર્મશાળાઓમાં તેમજ ભુતકાળના ડ્રગ્સના આરોપીઓના રહેણાક મકાને પણ સધન રીતે સ્નીફર ડોગ દ્વારા નાર્કોટીકસ લગત તથા એક્ષપ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...