કાર્યવાહી શરૂ:નગરપાલિકા તંત્રનું નંદી પકડો અભિયાન શરૂ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા ઓડદર ગૌશાળા ખાતે જનતા રેડ, સુવિધાનો અભાવ હોવાનું જણાવ્યું

સરકારે તાત્કાલિક રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેના અભિયાનની સુચના આપી છે ત્યારે પોરબંદર પાલિકાના તંત્રએ શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઓડદર ખાતે જનતા રેડ પાડી હતી. કોંગ્રેસે જણાવ્યું હતુંકે, ચારો અને પાણી જેવી પાયાની સુવિધા પણ તંત્રએ ઉપલબ્ધ કરાવી નથી. પીવાના પાણી જેવી પાયાની સગવડ પણ નજરે ચડી ન હતી.અંત્યત દુર્ગંધ મારતા નાના અવેડામાં પશુઓનું મોઢું પણ પહોંચી શકે નહીં તેટલું પાણી હોવાથી મૂંગા પશુઓ પાણી વિના ભાંભરતા નજરે ચડ્યા હતા.

વધુ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે,ગૌધનને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાથી મૂંગા જીવો લાઈમ સ્ટોનની અણીયારી કાંકરીઓ ઉપર બેસીને ઈજાનો ભોગ બની રહ્યા હતા. આ મૂંગા જીવોની સારવાર માટે એક પણ પશુ તબીબની વ્યવસ્થા કરવામાં આવી નહતી. ગૌધનને સાચવવા માટે ઓછામાં ઓછા 10 થી 12 માણસોની વ્યવસ્થા હોવી જોઈએ તેના બદલે આ પશુઓની દેખરેખ માટે માત્ર એક જ કર્મચારી હાજર હતો. આથી પાલિકા હસ્તકની ઓડદર ગૌશાળા ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આંદોલનની િચમકી ઉચ્ચારી
પાલિકા હસ્તકની ઓડદરની ગૌશાળામાં જો પશુઓ માટે પુરતી વ્યવસ્થા કરવામાં પાલિકાનું તંત્ર ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસને ફરજ પડશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

આક્ષેપો ખોટા છે - ચીફ ઓફિસર
ગૌશાળા ખાતે 200 જેટલા પશુ નથી. 100થી વધુ પશુ છે. પાલિકા દ્વારા ઘાસચારો પૂરો પાડવા ઉપરાંત દાતાઓ દ્વારા પણ ખોરાક પૂરો પાડવામાં આવે છે. કર્મીઓની આંખો પરિવાર ત્યાં રહે છે. જરૂર પડે ત્યારે પશુ તબીબ વિઝીટ કરે છે. ગઇકાલે રાત્રે 8:30 વાગ્યે ગયો હતો. પૂરતું પાણી હતું. વધુ એક અવેડો બનાવવામાં આવશે. અસુવિધાના આક્ષેપ ખોટા છે. > મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...