તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર નજીક દરિયામાં નંદી ખાબક્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલના સભ્યોએ રેસ્ક્યુ કરી નંદીનો જીવ બચાવ્યો

પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર નજીક દરિયામાં સાંજના સમયે એક નંદી પડી ગયો હતો અને પોતાના જીવ બચાવવા તરફળિયા મારતો હતો. આ અંગે ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલના સભ્યોને જાણ થતા તેઓ તુરંત આવી પહોંચ્યા હતા. અને નંદીને બચાવવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડ ટીમને પણ બોલાવવામાં આવી હતી. સભ્યોએ પાણીમાં નાળા નાખી સભ્યોએ જીવના જોખમે દરિયામાં ઉતરી નંદીને દરિયામાંથી બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી અને અથાગ મહેનત બાદ નંદીને દરિયામાંથી બહાર કાઢી નંદીનો જીવ બચાવ્યો હતો અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને બોલાવી પ્રાથમિક સારવાર આપી નંદીને મુક્ત કર્યો હતો. ગ્રુપના સભ્યોની આ કામગીરી ને લોકોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...