તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:પોરબંદર શહેરમાં નંદ મહોત્સવનું આયોજન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં હાલ કોરોના સંક્રમણ ઓછું થતા તંત્ર દ્વારા કેટલીક છૂટછાટો મળી છે. શહેરમાં આવેલ ભાવેશ્વર મંદિર ખાતે આવતીકાલે મંગળવારે પૂજારી અશ્વિનગીરી ગોસ્વામી દ્વારા નંદ મહોત્સવ સવારે 9 થી 11 દરમ્યાન યોજાશે. જ્યારે સત્યનારાયણ મંદિર ખાતે સવારે 9 કલાકે નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા મંગળવારે પારણાં નોમને નંદ મહોત્સવ અવસરે કમલાબાગ પાછળ આવેલ હાઉસિંગ બોર્ડ કોલોની ખાતે રાત્રે 10 વાગ્યાથી દિવ્ય સત્સંગ યોજાશે. આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળોએ પણ નંદ ઉત્સવ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...