સલામત સ્ટેજમાં લાવવા અપીલ:નિલકમલ કોમ્પ્લેક્ષને પાલિકા તંત્ર દ્વારા નોટીસ ફટકારી, ગ્રાઉન્ડ ફ્લોર પરના વેપારીઓમાં રોષ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા હાથીટાંકી પાસે આવેલ નિલકમલ કોમ્પ્લેક્ષ જૂનું હોય અને જર્જરિત હોવાથી ધરાસાઈ થઈ શકે છે અને જો ધરાશાયી થાય તો આસપાસના લોકોને અને જાનમાલને નુકશાન થઈ શકે છે. જેથી આ બિલ્ડીંગના તમામ દુકાનોના માલિકો અને ભાડુઆત, કબ્જેદારોને દિવસ 7મા જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવા અથવા જરૂરી રીપેરીંગ કામ કરાવી બિલ્ડીંગને સલામત સ્ટેજમાં લાવવા નોટિસ મારફત જાણ કરી છે.

આ નોટિશની પગલે ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતુંકે, દુકાનો અને ઓફિસો માલિકીની અને દસ્તાવેજ વાળી છે. પોતાની દુકાનોમાં ફર્નિચર સાથે રીપેરીંગ કામ કરાવેલ છે. ઉપરના માળે કેટલીક દુકાનો વેરો ન ભરવાને કારણે પાલિકા દ્વારા સીલ કરેલ છે. આ બિલ્ડીંગમાં અન્ય ફરિયાદી અને એક ધંધાર્થીના ઝગડામાં અન્ય વેપારીઓ કે જેમની દુકાનો અને ઓફિસોનું બાંધકામ ખૂબ સારું છે તેવા વેપારીઓને ભોગ બનાવવા જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...