પ્રામાણિકતા:દર્દીના દાગીના, મોબાઈલ સહિત 2.86 લાખનો મુદ્દામાલ પરત કર્યો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવની ઇમરજન્સી 108 ટીમની પ્રામાણિકતા

તાજેતરમાં પોરબંદર જિલ્લાના પીપરીયા બાય પાસ રોડ રાણાવાવ પાસે એક અકસ્માત મા એક વૃદ્ધ વ્યક્તિ બેભાન હાલત માં મળી આવેલ હતા. જેની જાણ થતાં રાણાવાવ 108ની ટીમ તાત્કાલિક રવાના થઈ સ્થળ પર પહોંચી હતી અને દર્દીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી મેરામણભાઈ ગાંગા ભાઈને સિવિલ હોસ્પિટલ પોરબંદર લઈ જવાયા હતા.

તે દરમિયાન તેમની પાસે રહેલ રોકડ રકમ તેમજ એક એન્ડ્રોઇડ મોબાઈલ અને એક સોના ની માળા મળી કુલ રૂ. 2.87 લાખનો મુદ્દામાલ દર્દીના સગાને પરત કરી આપતા દર્દીના સગાએ 108 ની ટીમના ઈએમટી આરતીબેન જાડેજા અને પાઇલોટ સરમણભાઈ ચાવડાની પ્રામાણિકતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લાના અધિકારી જયેશ જેઠવાએ આ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...