કાઉન્સેલિંગ:ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી માટે આવેલી એમપીની અપરિણીત યુવતી સગર્ભા બની, 3 માસ પહેલા કિંદરખેડા આવી હતી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતિ રાજકોટ બહેનનાં ઘેર હુતાશણી કરવા ગઇ હતી

મૂળ મધ્ય પ્રદેશની એક યુવતી પોરબંદરના ગ્રામ્ય પંથકમાં ખેત મજૂરી માટે આવી હતી, અને આ અપરણિત યુવતી સગર્ભા બનતા હાલ તેણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો છે અને તેની આ સ્થિતિ માટે જવાબદાર કોણ છે તે અંગે પોલીસ દ્વારા પૂરછપરછ હાથ ધરવામાં આવી છે. મૂળ મધ્ય પ્રદેશની એક યુવતી 5 વર્ષથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી કરવા આવતી જતી, અને  એમપી થી પોરબંદર આવ જાવ કરતી હતી, આ યુવતી અપરણિત છે અને આ યુવતી તેના રાજકોટ ખાતે બહેનના ઘરે હુતાશણી કરવા ગઈ હતી, હાલ 3 માસથી કિંદરખેડા આવી હતી, આ યુવતીની તબીયત બગડતા દુખાવો ઉપડતા દવાખાને ગયા બાદ ખબર પડી કે આ અપરણિત યુવતીને 8 માસનો ગર્ભ છે, જેથી બગવદર પોલીસ મથક ને જાણ કરવામાં આવી જતી, અને આ યુવતીને 181 ટિમ મારફત પોરબંદરની સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો છે, આ યુવતી પોતાના વતન જવા માંગે છે, પરંતુ તેની અને બાળકના હીત માં તેણીને વતન સુધી લઈ જઈ શકાય નહીં જેથી આ યુવતીને જામનગરની સ્ત્રી વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવશે.

યુવતી કશું બોલવા તૈયાર નથી
એમપીની યુવતી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હતી અને અપરણિત હોવા છતાં સગર્ભા બની છે, જેથી બગવદર પીએસઆઇ ડી.કે.ઝાલા એ આ અંગે પૂરછપરછ હાથ ધરી હતી, યુવતી પર દુષ્કર્મ કરેલ છે કે કેમ અને બાળકનો પિતા કોણ છે તે માટે તબીબ અને સેન્ટરના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરે છે પરંતુ આ યુવતી કશું કહેવા તૈયાર નથી. આ યુવતીને કોઈએ ધમકાવી, ડરાવી છે કે અન્ય કારણ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...