તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માધવપુરને નગર પાલિકા આપવા સાંસદની રજૂઆત

માધવપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકામાં રૂપાંતરીત થાય તો વધુ વિકાસ થશે તેવી CMને રજૂઆત

પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં આવેલા માધવપુર ગામને ગ્રામ પંચાયતમાંથી તબદીલ કરી, નગરપાલિકા આપવાની પોરબંદરના સાંસદે મુખ્યમંત્રીને રજૂવાત કરી છે. નગરપાલિકામાં રૂપાંતર થશે તો વધુ વિકાસ થશે તેવું જણાવવામાં આવ્યુ છે. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડૂકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર તાલુકાનું માધવપુર ગામ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટ્રીએ ખૂબ જ મોટું ગામ હોવાથી માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં તબદીલ કરવાની જરૂરીયાત છે.

માધવપુર ગામ તથા મુળ માધવપુર ગામનો રવેન્યૂ રકબો એક જ છે. માધવપુરની વર્ષ-૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૨૦ હજારની વસ્તી છે અને હાલમાં તેમાં ૫ હજારનો વધારો થયો છે. તેથી જો માધવપુર ગામને નગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવે તો ગામના વિકાસને તેમજ માધવપુરના ઐતિહાસિક સ્થળોને પ્રવાસન ક્ષેત્રે વધુ વિકસિત કરી શકાય તેમ છે. તે ઉપરાંત માધવપુર ગામ પોરબંદરથી ૬૦ કીલોમીટરના અંતરે આવેલું છે ,જેથી માધવપુર ગામના સ્થાનિક લોકોને સરકારી કામગીરી માટે પોરબંદર અવર-જવર કરવી પડે છે. જેથી લોકોના સમય, શક્તિ તથા નાણાનો વેડફાટ થઇ રહ્યો છે. માધવપુરને જો નગરપાલિકા મળી જાઇ તો આમાના ઘણા કામો માધવપુરમાં જ નિપટી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો